સમસ્ત મોચી સમાજ ,જૂનાગઢ
સમાજ ને નમ્ર અપીલ
જય ભારત સાથ જણાવવાનું કે અગાઉ ઘણા સમયથી ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં આપણા સમસ્ત મોચી સમાજની વાડી જૂનાગઢ ખાતે આપણા સમાજ પાસે ન હતી અને હવે જૂનાગઢ મોચી સમાજની ઘણા સમયની મહેનતથી ભવનાથ ખાતેની આપણી વાડી (ધર્મશાળા) આપણા સમાજ હસ્તક થઇ ચુકી છે. જે ખુબ આનંદની વાત છે પરંતુ આ આપણી વાડીને રીનોવેશન કરવુ ખુબજ જરૂરી છે.
જેથી આવનાર આપણા સમાજના યાત્રાળુઓને તીર્થ ક્ષેત્રમાં પોતાની રહેવા જમવાની સગવડતા સચવાય રહે કારણ કે ગીરનાર ક્ષેત્રમાં ૩૩ કોટી દેવતાઓનો વાસ હોય તથા ઘણા બધા ફરવાલાયક સ્થળ તેમજ દેવતાઓના પુજનીય સ્થાન હોય જેમકે અંબાજી શિખર, ગુરૂ દતાત્રેય શિખર, ભરતવન, સેસાવન, હનુમાનધરા, બોરદેવી, રાજા ભરથરી ગોપીચંદની ગુફા, નવનાથ, સિધ્ધ ચોરાસીના બેસણા, દામોદર કુંડ હોય તો, આવા તિર્થ ક્ષેત્રમાં આપણા યાત્રાળુ ભાઇઓ આવે તો તેમની સગવડતા સુલભ રહે માટે વાડીના રીનોવેશનનો અંદાજીત ખર્ચ રૂા. ૬૦,૦૦, ૦૦૦/- (૬૦ લાખ) જેવો થતો હોય તો આ સેવા રૂપી ધર્મકાર્યમાં આપના તરફથી યોગ્ય સહકારની અપેક્ષા હોય.
યોગદાન ની યાદી
११,०००/-
તકતી + બે વ્યક્તિના નામ
२५,०००/-
તકતી + પાંચ વ્યક્તિના નામ
५१,०००/-
ફોટો +તકતી+નામ
૧,૦૦,૦૦૦/-
બે ફોટો +તકતી+નામ
૧,૫૧,૦૦૦/-
હયાત રૂમ ઉપર તકતી અને રૂમની અંદર ફોટો ને તકતી
૨૫,૦૦,૦૦૦/-
બેનકેટ હોલ ના દાતા તેમજ તેમનુ નામકરણ મોટી સાઇઝ માં કરવામાં આવશે.
લી. આપનો વિશ્વાસુ
સમસ્ત મોચી સમાજ, જૂનાગઢ શહેર
પ્રમુખ શ્રી સંજયભાઈ કામળીયા
ઉપપ્રમુખ શ્રી કિરીટભાઇ મકવાણા
મો. ૯૮૨૪૧ ૬૧૩૯૦
મો. ૯૮૨૫૯ ૩૭૮૨૬