જૂનાગઢ જિલ્લાના મૂળ વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં વસવાટ કરતા રત્નકલાકાર યોગેશભાઈ મકવાણા ની 16 વર્ષની દીકરી મનસ્વી મકવાણા એ પોતાની અનોખી પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જન્મથી દ્રષ્ટિ વિહિન હોવા છતાં, મનસ્વીએ પોતાના આત્મવિશ્વાસ અને ધૈર્યના બળે લોકગાયિકા તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. તાજેતરમાં તેમણે #ડી_ડી_ગિરનાર ના લોકપ્રિય કાર્યક્રમ "ગુડ મોર્નિંગ ગુજરાત" માં પોતાની કળા દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
મનસ્વી મકવાણા આજે ગુજરાતની ગતિશીલ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. નાની ઉંમરે જ તેમણે જીવનમાં આગળ વધવાનો દ્રઢ નિશ્ચય કરી, પોતાની મર્યાદાને શક્તિમાં ફેરવી છે. તેઓ માત્ર પોતાના પરિવાર માટે ગૌરવ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. પોતાના માતા-પિતાને સહારો આપતા, આત્મનિર્ભર બનવાની તેમની ઈચ્છા ખરેખર પ્રશંસનીય છે.
અભ્યાસક્ષેત્રમાં પણ મનસ્વી સતત તેજસ્વી રહી છે. બાલમંદિરથી લઈને ધોરણ 10 સુધી તેઓએ હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરી, પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.
“અડગ મનના માનવીને હિમાલય પણ નડે નહીં” — આ વાત મનસ્વીના જીવનમાં સાબિત થાય છે. અત્યાર સુધીમાં તેઓએ 100થી વધુ સ્ટેજ કાર્યક્રમો કર્યા છે, જેમાં મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ પોતાના સુરીલા સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. સંતવાણી, ભજન, લોકગીત, ડાયરો અને ગરબા જેવા વિવિધ કાર્યક્રમોમાં તેઓ સક્રિય રીતે ભાગ લે છે.
આવી પ્રેરણાદાયક દીકરી મનસ્વી મકવાણા — ખરેખર સમાજ માટે ગૌરવ સમાન છે. કૃપા કરીને તેમને સમાજના કાર્યક્રમ માટે બોલાવો.
પિતા: યોગેશભાઈ વલ્લભભાઈ મકવાણા
મોબાઇલ: 9016490794