હિંદુ મોચી યુથ ક્લબ દ્વારા મોચી સમાજના પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની દોડ (Running) ની પરીક્ષા માટે જેમને અમદાવાદ સેંટર આવ્યું છે તેમના માટે ૧ દિવસીય રાત્રી રોકાણ અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.

09, Apr 2026


હિંદુ મોચી યુથ ક્લબ દ્વારા લાલા બાપા સત્સંગ હોલ (મોચી સમાજ વાડી – ખોડિયારનગર, અમદાવાદ) અને કાંકરિયા જનક્ષત્રિય ભવન(કાંકરિયા છાત્રાલય અમદાવાદ) ના ટ્રસ્ટી અને પ્રમુખ ના સહયોગ થી મોચી સમાજના પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની દોડ (Running) ની પરીક્ષા માટે જેમને અમદાવાદ સેંટર આવ્યું છે તેમના માટે ૧ દિવસીય રાત્રી રોકાણ અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નીચે મુજબ ની સેવા પુરી પાડવામાં આવશે.


૧) રહેવા માટે રૂમની સગવડ
૨) પરીક્ષાર્થી અને તેમની સાથે આવેલ વાલી માટે જમવાની વ્યવસ્થા
૩) સવારે નાહવા માટે ગરમ પાણી કરવા વોટર હીટર ની સુવિધા
૪) જરૂર પડ્યે પ્રોફેશનલ અને અનુભવી સ્ટાફ દ્વારા માર્ગદર્શન


અમે આપણા સમાજના ભવિષ્યના ઘડતર માટે આ સેવાઓ નિઃશુલ્ક (તદ્દન ફ્રી) પુરી પાડી રહ્યા છીએ. જો કોઈ પણ પરીક્ષાર્થી ને અમદાવાદ ના શાહીબાગ અથવા નરોડા ના મેદાનમાં Running (દોડ) માટે આવવાના હોય તો નીચે જણાવેલ વ્યક્તિઓને ફોન કરી જાણ કરશો. જેથી આપની યોગ્ય વ્યવસ્થા થઈ શકે.

બળદેવભાઈ ચાવડા
9825282421

અજયભાઈ ગોહિલ
9638456809

અમિતભાઈ સરવૈયા

9998430362


ઉમેશભાઈ મુંજાણી
8866503190

રસેશભાઈ મુંજાણી 

9099351608

રહેવા માટે નીચે જણાવેલ જગ્યાએ વ્યવસ્થા કરેલ છે.
૧) લાલા બાપા સત્સંગ હોલ - ખોડિયારનગર
૨) જનક્ષત્રિય વિદ્યાર્થી ભવન - કાંકરિયા