" એક સમાજ એક રિવાજ "

05, Feb 2026


મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા તા.1/3/2026, રવિવારના રોજ વડોદરા ખાતે દેશ અને વિદેશના મોચી સમાજના આગેવાનોનું મહા સંમેલન રાખવામાં આવ્યું છે. 

જેમાં સમાજના સામાજિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા તેમજ સમાજના શૈક્ષણિક,વૈચારિક અને આર્થિક વિકાસને હરણફાળ આપવા.

સમાજના કુરિવાજોને તિલાંજલિ આપી સામાજિક સુધારણા,સમાજના આર્થિક રીતે નબળા જ્ઞાતિજનોના દીકરા-દીકરીઓને અભ્યાસમાં આગળ વધારવા માટે આપણે શું કરી શકીએ ? 

જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી મનોમંથન કરી " એક સમાજ એક રિવાજ " સારા અને સૌને આર્થિક તકલીફ ના પડે તેવા નિર્ણયો લેવા.